
બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? કોઈ કહે ભીંડો તો કોઈ કહે ટમેટા વાવીશ, કોઈને એમ થાય કે હું મરચા વાવીશ, કંટોલા, ટીંડોરા અને કાકડી એવી વાત ચાલતી હોય ત્યારે તમે એક વિચાર રમતો મુકજો , આખા ગામમાં શાકબકાલું બધાને ઓર્ગનિક મળે તેવું સામુહિક આયોજન કરો કોઈ એક કે બે જણા ને ત્યાં બધી શાકભાજી ઉગાડવાનું એક જૂથ તરીકે ગોઠવો . ગામને પૂરું પાડવાનું અને વધે તો બઝારમાં વેચવા નું આ ‘જાતે પકવો જાતે ખાવ’ પદ્ધતિ કરી આપણે બધા તો દવા વગરના શાકભાજી ખાઈએ અને શહેરમાં રહેતા રહેતા પરિવાર ને પણ મોકલીએ .આપણે જંતુનાશક ના રેસિડયુ રહે નહિ તેવી દવા વાપરીએ અને ભલે થોડા ફળો બગડી જાય પણ જે મળે તે ઓર્ગનિક એન્ડ રેસિડયુ ફ્રી હોય તો આપનો પરિવાર ઓર્ગનિક ફાળો અને શાકભાજી મેળવે . આજે રાજકોટ માં ઘણા ઉદ્યોગપતિઓ પોતા ફાર્મ હાઉસ મા જાતે પકવો જાતે ખાવ કૉન્સેપટ અપનાવી રહ્યા છે તો આપણે તો ખેડૂત છીએ સામુહિ રીતે આવું કરી પરિવાર ને પણ પૂરું પડી શકીયે અને વેચી પણ શકીયે .