
ચીન હંમેશા વિશેષ કરતુ હોય છે. ખેતી માટે પણ ચાઈના ખેડૂતો માટે ખાસ કાર્ય કરી રહ્યાના સમાચાર છે. પાક સુરક્ષા માટે ચાઈના તેનું પ્રથમ ઓપનસોર્સ લાર્જ લેંગ્વેજ મોડેલ “ગ્રીન શીલ્ડ” બનાવ્યું છે, જેનો હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ માર્ગદર્શન અને વધુ સુરક્ષિત કીટનાશકના ઉપયોગમાં મદદ કરવાનો છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડેઇલીના અહેવાલ મુજબ, નેશનલ કી લેબોરેટરી ઓફ એગ્રીકલ્ચરલ બાયોસેફ્ટી અને ૩૦ થી વધુ ઉદ્યોગ સંસ્થાઓના સહયોગથી નાનજિંગ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (NAU) દ્વારા વિકસાવવામાં આવેલ આ મોડલ અત્યંત વૈજ્ઞાનિક કૃષિ માર્ગદર્શન આપવા અને જંતુનાશકોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કારણકે “ચીન વારંવાર પાકમાં જંતુઓના ઉપદ્રવ અને જંતુનાશકો સામે પ્રતિકાર શક્તિ (રેઝિસ્ટન્સ) વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.”























