
આપણને કોઈ કહે કે એવા ટામેટાનું વાવેતર કરાય કે તે ટામેટા જૂનાગઢ કે રાજકોટથી દિલ્હી મોકલો તોયે પાણા જેવા કડક ને કડક રહે તો તમે શું કરો ? તો તમે જરૂર એકાદ વીઘામાં માંડવા પદ્ધતિ લગાવીને આ જાત જરૂર કરો એક વીઘામાં 3 પેકેટ પૂરતા છે. જેણે ગયા વર્ષે વાવેલું તે ખેડૂતો વખાણે છે. જુવો તો ખરા આપણા કૃષિ વૈજ્ઞાનિકો આપણી તકલીફને કેવા સમજે છે ? પરિવહનમાં ટામેટું સારું રહે તો દૂરની બઝારમાં સારા ભાવ ખેડૂત લઇ શકે. વૈજ્ઞાનિકોને ખબર છે કે 5 થી 100 ગ્રામનું કઠણ ટામેટું બઝારની માંગ છે. ટામેટું એકસરખું અને હાંસ વાળું હોય તો વધુ સારું અને જો રોગ સામે એટલે કે TYLCV પ્રતિરોધક હોય તો ખેડૂતને ફાયદો મળે .























