
ચાઇનાની ટીમે શૈક્ષણિક પેપર્સ, પેટન્ટ્સ, રાષ્ટ્રીય ધોરણો અને ફિલ્ડ રિપોર્ટ્સમાંથી ૨.૫ અબજથી વધુ ડેટાનો એક વિશિષ્ટ ડેટાબેઝ તૈયાર કર્યો. આ ડેટાબેઝ ડાંગર, ઘઉં, સોયાબીન, શાકભાજી અને ફળના સહિતના મુખ્ય પાકો ને આવરી લે છે, પાકના પ્રકારો, તેમના વિકાસના તબક્કા અને પાકના રોગોના લક્ષણોને ચોક્કસપણે ઓળખી શકે છે. ત્યારબાદ તે સંકલિત નિયંત્રણ વ્યૂહરચનાઓ તૈયાર કરે છે. આ એઆઈ મોડલ ખૂબ જ સચોટતા સાથે જંતુઓને ઓળખે છે.” ગજબ તો એ છે કે કોઈપણ ભલામણ રજૂ કરતા પહેલા, આ મોડલ પ્રતિબંધિત દવાની યાદીઓ, મંજૂર કરાયેલા પાક અને માત્રાની મર્યાદાઓ સામે દરેક રસાયણની ચકાસણી કરવા માટે ( રાષ્ટ્રીય જંતુનાશક નોંધણી ડેટાબેઝ સાથે આપમેળે સરખામણી) કરે છે. કોઈપણ નિયમ-વિરુદ્ધ સૂચનને બ્લોક કરવામાં આવે છે જેથી જંતુનાશકોના દુરુપયોગને મૂળમાંથી જ રોકી શકાય. શું આ ભારતે અપનાવવા જેવી ડિજિટલ ટેક્નોલોજી વડે આધુનિક ખેતીને સશક્ત બનાવીને પાક ઉત્પાદન વધારવાની રીત છે ?























