
આપણે ત્યાં ઓર્ગનિક ખેતી , પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર ખોલવાની જરૂર છે , આપણે ત્યાં સેલડ માં ખવાતા પત્તા ભાજી વાળી એક્ઝોટિક શાકભાજી મોટા શહેરોમાં ગ્રીનહાઉસ માં હાઇડ્રોપોનીક્સ દ્વારા ઉગાડીને સેલડ બોક્સ તરીકે મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરો મા વેચવાનું શરુ થયું છે . અમેરિકા માં તાજેતરમાં અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસન નાના ધંધાના પ્રોત્સાહન માટે એક નવાજ ધંધાના સ્થળે ખાસ મુલાકાત લીધી . બેબીલોન માઈક્રો ગ્રીન નામની કાચની પેટીમાં ઘર બેઠા પત્તા ભાજી ઉગાડીને રોજે રોજ ઓર્ગનિક સેલડ ખાવાની પદ્ધતિ વેચાતા નવા વેપારને પ્રોત્સાહન કર્યું . આ પદ્ધતિમાં કાચની પેટી કે જેમાં એવી વ્યવસ્થા હોય કે અંદર રાખેલ ભાજી પત્તા વાવેલા કુંડાને જરૂરી તાપમાન , પાણી , પોષણ અને પ્રકાશ પૂરો પાડે એટલે ટ્રે માં ઉગાડેલ ભાજી પત્તા સારી રીતે ઝડપથી ઉગે અને લીલાછમ રહે , જરૂર પડે ત્યારે કાપી લ્યો અને આરોગો હેલ્ધી ઓર્ગનિક સેલડ ભાજી પત્તા આ બધું સ્વયં સંચાલિત હોય બોલો . .























