સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ ગંધાતીની ટોચના ત્રણ કિલો પાનને ૨૦ લિટર પાણીમાં ઉમેરી ત્રણથી ચાર કલાક ઉકાળવામાં આવે છે. જયારે પાત્રમાં પાંચ લિટર દ્રાવણ રહે ત્યારે ઉકાળવાનું બંધ કરી ઠંડું પડ્યે ગાળી લેવામાં આવે છે. આ દ્રાવણને ૧૫ લિટરના પંપમાં માત્ર ૭૫થી ૮૦ મિલિ પ્રમાણે છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળે છે. રજનીકાંતભાઈના અનુભવ પ્રમાણે ગંધાતીના અર્કનું પ્રમાણ ૮૦ મિલિથી વધારવાથી કપાસનાં ફૂલનું ખરણ થાય છે. વળી તેથી વધુ માત્રા વધારવાથી આડ અસર પણ કરે છે, પરંતુ ૭૫ થી ૮૦ મિલિ માત્રાથી છોડને નુકશાન થતું નથી.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી

ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી  ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઇટ ૫૭

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : લીબું વર્ગના ફળનો રસ ચૂસનાર ફૂદુ

લીબું વર્ગના ફળની વાડીમાં આ ફૂદાઓ દ્વારા નુકસાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફૂદાઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર

મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સફેદમાખી (રૂગોજ સ્પાયરિલિંગ વ્હાઇટફ્લાય)

શરૂઆતમાં પુખ્ત સફેદમાખીની મોંજણી માટે થડ ઉપર પીળા રંગના ચીકણાં પીંજર લગાવવા. પ્રથમ તબક્કે આ જીવાતના નિયંત્રણ માટે માત્ર પાણી સાથે કોઇપણ ડિટર્જન્ટ પાઉડર ભેળવી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ ૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
Enable Notifications OK No thanks