
હાલ મોટાભાગના ભારતીય ખેતરમાં 0.5% થી ઓછો ઓર્ગેનિક કાર્બન છે જે 0.75% થી 1.0% હોવો જોઈએ. ઊંચા તાપમાનને કારણે સેન્દ્રિય પદાર્થો ઝડપથી બળી જાય છે, તેથી 1% થી 1.2% સુધી કાર્બન પહોંચાડવો એ પણ અત્યંત ઉત્કૃષ્ટ પરિણામ ગણાય.ઓર્ગેનિક કાર્બન વધારવા માટે ખેડૂતે શું કરવું? ધરતીનું ધરતીને પાછું આપો. ઘઉં, ડાંગર કે કપાસની સાંઠી બાળવા ને બદલે તેને રોટાવેટર કે શ્રેડરથી જમીનમાં જ ભેળવી દો.સડેલા અવશેષો કાર્બનનો સૌથી સસ્તો સ્ત્રોત છે.લીલો પડવાશ નિયમિત કરો. ચોમાસાની શરૂઆતમાં કે ઉનાળા પછી શણ અથવા ઇકકડ વાવો. 40-45 દિવસે જ્યારે તેમાં ફૂલ બેસવાની તૈયારી હોય ત્યારે તેને જમીનમાં ઊંડી ખેડ કરીને દાટી દો. આ એક હેક્ટરે ટન બંધ સેન્દ્રીય કાર્બન અને કુદરતી નાઇટ્રોજન ઉમેરે છે.

















