બીટી ટેકનોલોજી ની વાત કરીયે આપણે ત્યાં જિનેટિકલ મોડીફાઇડ કપાસની મંજૂરી મળી ત્યારે કેવા કેવા વિરોધો થયેલા પરંતુ બેસીલસ થુરેજેસીસ નામના જમીનમાં રહેલા સામાન્ય બેક્ટેરિયા એ આપણી કપાસની ખેતીમાં સુવર્ણ યુગ આપ્યો હતો તેવુંજ કંઈક નાઇઝીરિયામાં જી એમ કાવપી એટલે કે ચોળીની ખેતીમાં હવે ઈયળથી બચાવ થશે કારણકે ત્યાં ગયાવર્ષે સફળતા મળી છે એટલે નાઇઝીરીયાના ખેતીવાડીના સંશોધન ખાતાના પ્રોફેસર શ્રી મોહમ્મદ ઇશિયાકૂ કહે છે કે pbr પ્રોજેક્ટ દ્વારા બીટી થી ચોળાનું ઉત્પાદન એકમ વિસ્તાર દીઠ આઠ ગણું ઉત્પાદન વધવાની શક્યતા છે .

રોગ : મગફળી માં ગેરૂ
ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.


















