aries agro

સમજીયે, તમારી જમીનના રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ સરળતાથી પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને મોટું નુકશાન થાય છે. દા. ત. જો તમે વર્ષો વર્ષથી એકજ પડામાં મરચી વાવો છો, પાક ફેરબદલી કરતા નથી તો ગયા વર્ષના મરચીના રોગકારક તમારી માટીમાં હાજર છે તેને અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે તે પોતાની વૃદ્ધિ કરશે. તમે બીજ પણ રોગપ્રતિરોધક વાવ્યું નથી ( બીજ પસંદગીનું મહત્વ ) અને સતત વરસાદ છે 12 કલાક થી વધુ પાંદડા ભીના રહ્યા છે વાતાવરણમાં બેક્ટેરિયા છે. મરચી પાળા ઉપર વાવી નથી કે મરચીને ટેકો( સ્ટેકીંગ ) કર્યું નથી. છોડ જમીનને અડેલા છે, ધાબડીયું વાતાવરણ છે , હવાઉજાસ નથી તો પછી પાનના ટપકાં અને એન્થ્રેકનોઝ ચેપ લાગશે જો તમે નિયંત્રણ નહિ કરો તો છેલ્લે ફોરવર્ડ માલ( ડાઘીવાળો ) માલ થશે. આ છે રોગ ત્રિકોણની સાદી સમજ. તમારા ખેતરમાં રોગકારક હાજર હોય, રોગ ફેલાવનાર હોસ્ટ હાજર હોય અને વાતાવરણ અનુકુળ હોય તો જ રોગ આવે છે તે રોકવા ખેડૂતે સમયસર પગલા લેવાથી ઓછા ખર્ચે નુકશાનમાંથી બચી શકાય છે. આ માટે રોજ ખેતરમાં અવલોકન કરવું પડે ભાઈ….

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

શું છે ખેડૂત પાઠશાળા ? શું તમારા ગામમાં ‘ફાર્મર ફિલ્ડ સ્કૂલ’ છે ?

આપણે આ અગાઉ તમારા ગામના ગ્રેજ્યુએટ યુવાનની કૃષિ મિત્ર તરીકે પસંદ કરીને આખા ગામની ખેતીની સિકલ કેમ બદલી શકાય ? તેની વાત કરી હતી. તમારા ગામમાં સ્થાનિક સ્તરે તમારા કૃષિ ગ્રુપ દ્વારા

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું?

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? સૌથી પહેલું સારા જીનોટાઇપ વાળું રોગમુક્ત બીજ લઇ બીજ માવજત આપવી જોઈએ .ખેતી પદ્ધતિમાં ફેરફાર કરો. એકને એક ખેતરમાં મરચી ફરી નહિ . પાકની ફેરબદલી

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

ખેડૂત પાઠશાળામાં ખેડૂતોને શું લાભ આપવામાં આવે છે.

ખેડૂત પાઠશાળા માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તાલીમ અને માર્ગદર્શન લઇ શકો . આપણી ખેડૂત પાઠશાળા માં કોઈ શિક્ષક ન હોય પણ એક તાલીમબદ્ધ માર્ગદર્શક (ફૅસિલિટેટર)

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ અચાનક ઝડપથી કેમ ફેલાય છે ?

મરચીમાં એન્થ્રેકનોઝ જયારે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય , હવામાં ભેજનું પ્રમાણ ખુબ વધારે હોય અને એ સમયે જો પાછું તાપમાન 20°C થી 27°C ની વચ્ચે હોય, ત્યારે આ ફૂગ ખૂબ ઝડપથી

વધુ વાંચો....

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ ના ફેલાય તેના માટેના શું પગલા લેવા ?

મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ?

વધુ વાંચો....

બીજ મંત્ર : આપણી દુનિયા શિક્ષકો વિનાની સ્કૂલોમાં પ્રવેશ કરી રહી છે.

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને

વધુ વાંચો....

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે શું માવજત આપવી જોઈએ ?

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 1 % યુરીયાના દ્રાવણ રેડવુ આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. ૨% ડીએપી + ૧% KCl (પોટાશ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks