

હવે ટેકનોલોજી બદલાઈ છે રોગકારક જાણવા માટે અદ્યતન સાધનો જેવા કે મલ્ટીપલ પીસીઆર અને કેમીકલ અને માઈક્રોસ્કોપ- શુક્ષ્મ દર્શક યંત્ર આવ્યા છે અને તે કઈ દવાથી નિયંત્રણમાં આવશે તેનું પરિક્ષણ પણ લેબમાં થઈ શકે છે પરંતું હજુ ભારતમાં આવી પેથોલોજીકલ લેબો ખેડૂતો માટે બનવા જઈ રહી છે લેબનો રીપોર્ટ રહે છે કે મરચીનો ફકત એક પાક મરચીમાં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના વાયરસ, નીમેટોડની એક પ્રજાતિ, ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે, બોલો આ આપણા દલાલ કે માર્કેટીંગ યાર્ડના ખરીદનારને કીધું હોય કે અમે આ મરચીનો પાક લઈને આવ્યા છીએ ત્યારે અમે કેટલા દુશ્મનો સામે લડીને આવ્યા છીએ તે તમને ખબર છે ? કહીએ તો તેને થાય કે હું તો ૧-૨-૩ કરીને સાંજે શીળે છાંયે ઘણું કમાવ છું પણ કાલથી ખેડૂતને પણ સારા ભાવ મળે તેવો પ્રયત્ન કરીશ તેવું સાંજે તો તેના દિલમાં રામ વસીયો તેમ કહેવાય !

























