
ખેડૂતને પોતાની ખેતીમા આવક –જાવકનો હિસાબ રાખવાથી ક્યા પાકમાથી કેટલો નફો થયો અને કયા પાકમા નુકશાન થયુ તેની જાણકારી મળે છે. વિવિધ પાકોની નફા- નુકસાનની સરખામણી કરીને ભવિષ્યમાં મહત્તમ નફો લેવા માટે કયા પાકો લેવા તેનું આયોજન કરી શકાય છે. ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે તે જાણી શકાય છે. તેના આધારે બેંકમાથી ધિરાણ મેળવવાનું સરળ બને છે. તેમજ નાણાનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી ખોટા વ્યાજ ખર્ચથી બચી શકાય છે. ખર્ચની ગણતરી રાખવાથી ખેટા ખર્ચ થતા હોય તો તેનો ખ્યાલ આવે છે અને આવા ખોટા ખર્ચ નિવારવાથી સરવાળે નફામાં વધારો કરી શકાય છે. ટુંકમાં ખેતી ખર્ચની ગણતરીના આધારે સુચારૂ આયોજન થકી નફામાં વધારો કરી શકાય છે























