
બજારમાં મળતા સારી જાતના સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુદ્ધિ દૂર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સૂકવણી કરી, પારંપરિક ઘંટી દ્વારા ઉપરના ફોતરા અલગ કરી તેની દાળ તૈયાર કરવી. આ રીતે તૈયાર થયેલ દાળને ૩ લિટર ઉકળતા પાણીમાં ૧ કિ.ગ્રા.ના પ્રમાણમાં નાખી રપ થી ૩૦ મીનીટ સુધી ઉકાળવી. ઉકાળેલ સોયાદાળને નિતારી સૂર્યના તાપમાં અથવા ડ્રાયરમાં ૬ થી ૮ ટકા ભેજ રહે ત્યાં સુધી સૂકવી લેવી. આ સૂકવેલી પ્રોસેસ દાળને દળી લઈ પોલીથીન બેગમાં ભરી સીલ કરી વપરાશ કરી શકાય છે.


























