
ખેતીની આવક બમણી કરવાની વાત છે ત્યારે આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. હજુ તો રોગ-જીવાત અને ખારાશ સામે અને ઓછા પાણી સામે લડવાનું આવવાનું છે એટલે આપણે વિજ્ઞાનની સાથે રહેવાની જરૂર છે. સરકારે પણ સબસીડીથી ઉપર ઉઠીને ખેતી ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિકોને નવી ટેકનોલોજી લાવવા આહવાહન આપવું પડશે. ઉત્પાદન વધે તેની સાથે સાથે આયાત-નિકાસની નીતિઓમાં ખેડૂતલક્ષી ફેરફાર કરવો પડશે ફકત ગરીબોને સસ્તી ડુંગળી કે સસ્તું તેલ મળે તેવી નીતિ નહિ ચાલે.


























