
સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય છે આ આપણું નુકસાન છે સાથે સાથે 5 થી 35 % જેટલો નાઈટ્રીજન બાયોલોજિકલ ઓક્સિડાયજેસન એટલે કે ડીનાઈટ્રીફિકેશન થવાથી છોડને મળતો નથી ઘણા ખેડૂતો વધુ પડતું પિયત આપી દે તો 35%જેવો લીચિંગ એટલે કે મૂળથી ઉંડો ચાલ્યો જાય છે તેથી છોડને લાભ થતો નથી ટૂંકમાં નાઇટ્રોજનનો વપરાશ ટુકડે ટુકડે કે હપ્તામાં આપવાની ભલામણ વૈજ્ઞાનિકો આપણને એટલે જ કરતા હોઈ છે , પરંતુ આપણે આ પ્રત્યે લક્ષ આપતા નથી કદાચ એનું કારણ આપણી વ્યવસ્થાપનની ખામી ગણી શકાય


























