
તેલંગાણાની એક બીજ ઉત્પાદક કંપનીના બીજ સંશોધન વિભાગ દ્વારા ટામેટાની આ નવી જાતનું સંશોધન કર્યું છે તેનું નામ છે એસ ડબલ્યુ 1515 ટામેટા. આ પ્રકારની નવી શોધ ભારત માં સૌથી પહેલી છે. આ ટામેટાની જાત ભારતની ટામેટાની ખેતીને બદલી નાખશે. આ જાતના ફળ પથ્થર જેવા કડક અને મજબૂત છે .આ જાત ચોમાસુ સમયે જૂન-જુલાઈ મહિનામાં ઉગાડીને ઓગસ્ટ મહિનામાં માં ફેરરોપણી કરવા માટે અનુકૂળ છે. વહેલું કે મોડું વાવેતર આ જાત માટે યોગ્ય નથી તેથી સમયસર બીજ મેળવી લેવું યોગ્ય છે.























