
ભારતમાં ખેતી ઉપર ધ્યાન આપવાની વાત કહેતા ગ્લોબલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરના ડો. અજીત મારું કહે છે કે આપણે જો અન્ન અને ખોરાક પ્રત્યે ધ્યાન આપીશું તો ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી ઉપર સારું કામ કરી શકીશું. ખેતીનું ઉત્પાદન વધારવું હશે તો . સમયસરનું સચોટ કૃષિમાર્ગદર્શન અને યોગ્ય જંતુનાશકો, દવાઓ, ખાતરો અને માઈક્રોન્યુટ્રીયન્ટનો સાચો ઉપયોગ અને આ માટે જોઈએ યોગ્ય માર્ગદર્શન આપણા એગ્રો સેન્ટરો કે જેમા વૈજ્ઞાનિક પધ્ધતિથી વ્યવસ્થા હોવી જોઈએ અને તે માટે જ સરકારે એગ્રો ઇનપુટ્સ વેચતા ડીલરો ને પ્રશિક્ષિત કરવા પડશે અને રેસિડયુઅલ ફ્રિ ખેતીની સમજણ આપવી પડશે અને નઠારા કેમીકલો નહિ વેચવાની ફરજ પાડવી પડશે























