

રમેશભાઈ જયરામભાઈ ગુજરાતી
ગામ ઃ મેસપર તા. ગોંડલ . જી. રાજકોટ મો. ૯૮૨૪૫૦૨૩૫૧
હું ઘણા વર્ષોથી કપાસનું વાવેતર કરું છું આ વર્ષે ખેડૂતની જૂની અને જાણીતી વિશ્વાસુ કંપની વિક્રમ સીડ્સની નવી કપાસની જાત બીગ્ગીનું વાવેતર કરેલ હતું. મારા ખેતરમાં આના સીવાય પ્રચલિત કંપનીનું કપાસની જાતોનું વાવેતર કરેલ હતું.
મેં આ વિક્રમ બીગ્ગી કપાસનું વાવેતર ૨૨ જુલાઈ ૨૦૨૩ના રોજ કરેલ હતું. આ વર્ષે કપાસ માટે અનુકુળ પરિસ્થિતિ નહોતી છતાં વિક્રમ બીગ્ગી કપાસ છેલ્લે સુધી લીલોછમ ખેતરમાં ઉભો રહ્યો અને આના સિવાય વાવેતર કરેલી અન્ય જાતો ખખડી ગઈ છે.
વિક્રમ બીગ્ગી કપાસ ખુબ જ સારો છે. આ કપાસમાં ૧૦૦ થી ૧૫૦ મોટા નજીક નજીક વજનદાર જીંડવા અને વીણવામાં બહુ જ સહેલો છે. વિક્રમ બીગ્ગી કપાસના પાંદડા રુવાંટી વાળા હોવાથી ચુસીયા પ્રકારની જીવાત સાવ ઓછા પ્રમાણમાં આવે છે.
અન્ય પ્રચલિત જાતોમાં માને વીઘા દીઠ ૧૫ મણનું ઉત્પાદન મળેલ છે અને ખખડી ગયા છે અને વિક્રમ બીગ્ગી કપાસમાં વીઘા દીઠ ૨૦ મણ ઉત્પાદન લઇ લીધું છે અને વીઘે ૧૦ મણનું આસપાસ વધારે ઉત્પાદન મળવાનું અંદાજ છે.
પાંચ પેસીવાળા નજીક નજીક લગતા સૌથી મોટા ૬ થી ૬.૫ ગ્રામનું વજનદાર જીંડવા અને સતત ફાલ ચાલુ રહેવાનું ખાસિયત વિક્રમ બીગ્ગી કપાસની છે. એવું મને લાગે છે આ જાતમાં અશક્યને શક્ય બનાવવી તાકાત છે.
વિક્રમ બીગ્ગી કપાસ અમારા માટે વિપરીત હવામાનમાં રફ એન ટફ સાબિત થયેલ છે.
મારી જમીન નબળી અને રેતાળ હોવા છતાં મને મળેલું ઉત્પાદન અને બિગ્ગી બિયારણની કામગીરી અને સારા પરિણામોથી હું ખુબ જ ખુશ છું.
વધારે માહિતી માટે કંપની પ્રતિનિધિ જ્ઞાનેશ્વર સાહેબનો સંપર્ક કરશો . મોં. ૮૮૬૬૪૦૫૦૯૯
વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

























