જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ કરવા જૈવિક નિયંત્રણ કરીએ તેમ છતાં કેટલાક કોશેટા બચી પણ જાયને તેમાંથી કૂદું બહાર આવેને ઈંડા મૂકે તો પછી તેમાંથી ઈયળ થાયને આપણાં પાકને નુકશાન કરે, પણ જો ફુદાને લાઈટ ટ્રેપ સામુહિક મૂકીએતો ફૂદાને મારી નાખ્યા હોય તો ફાયદો થાય થાય, પણ ફુદા ક્યારે ઈંડા મૂકે તે આપણા કાબુમાં નથી તે રાત્રે કપાસના પાન કે કૂણાં ભાગ પર ઈંડા મૂકી જાય તો તેમાંથી ઈયળ થશે તે આપણા પાકને નુકશાન કરશે સૌથી નબળી કડી કોઈ હોય તો તે છે ઈંડા અવસ્થા, જીવાત ક્યાં, કેવી રીતે અને ક્યારે ઈંડા મૂકે તે ખબર હોય તો ઇન્ડાનાશક દવા તેમાં આપણી મદદે આવે શકે , હા , પણ તેના માટે આપણે પાક અવલોકન સતત કરવું પડે અને તેની વ્યવસ્થા કરીયે તો આ સહેલું બની જાય , નહીંતર ઈંડા માંથી બચ્ચા થયા એટલે રોજની નુકશાની શરુ