
ટામેટાના ભાવ ફેબ્રુઆરી મહિના પછી વધે છે પરંતુ આ વર્ષે આખા દેશમાં ટામેટાની ખેતી છતીશગઢમાં સારી થાય છે આ વર્ષે ત્યાં 100 એકરમાં ટામેટાનો પાક ઉભો છે અત્યારે રોજની 14 ટ્રક ટામેટા બઝારમાં દિલ્હી સુધી જાય છે. છતીશગઢના ખેડૂતો મંડપ-તાર પદ્ધતિ દ્વારા મ્લચીંગ અને પાળા બનાવીને ટામેટાની ખેતી કરે છે. હવામાનની વિગતો મેળવવા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના ખેતરમાં હવામાન કેન્દ્રો લગાડ્યા છે , જે હવામાનનો ભેજ, તાપમાન, પવનની દિશા, જમીનની તાપમાનની વધઘટ વગેરે બતાવે છે. તેના લીધે આવનારા રોગ-જીવાતની તે ખેડૂતને આગોતરી ખબર પડે છે જેથી કંટ્રોલ સહેલો બને છે , ટૂંકમાં ટામેટાની અને મરચીની ખેતી આધુનિક બનતી જાય છે