
ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો તમારો કૂવો છલોછલ ભરેલો હોય બોરમાં ચોવીસ કલાક ચાલે તેટલું પાણી હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરશે તેને સરવાળે ફાયદો થશે અને હા, તેની જમીન પણ વરસો સુધી ફળદ્રૂુપતા ટકાવી રાખશે. આખા ગામના ૧૦૦ ટકા ખેડૂતો ડ્રીપ વાપરે તેનાથી પણ વિશેષ આખો તાલુકો ડ્રીપ તાલુકો બને તેવો વિચાર હવે આપણે બધા એ કરવો જોઈએ .. ડ્રીપ ઈરીગેશન વસાવવા માટે સરકાર તરફથી સહાય મળે છે. મારે તો એમ કહેવું છે કે આપણે બધાએ ડ્રીપ ઈરીગેશન વસાવવામાં આ વર્ષે એટલી ઝડપ કરવી જોઈએ કે સરકારને ડ્રીપ ઈરીગેશન માટેનું બજેટ વધારવાની ફરજ પડે એટલે કે સબસીડી ખુટવાડી દેવા માટેની આપણે કમર કસવી જોઈએ. અત્યારે સમાચાર છે કે જાણીતી કંપનીઓમાં ડ્રિપ લેવા માટે ખેડૂતોની નોંધણી ખુબ થઇ હોવાથી યુદ્ધના ધોરણે કંપનીઓ ડ્રિપ સેટ લગાડવા મંડી છે , તમે ડ્રિપ વસાવી ? વધુ વિગત માટે ફોન કરો 9825060135 અથવા 9426511401