ઓર્ગેનિક મગફળી ઉગાડીને ઓર્ગનિક પ્રોડક્ટની વિદેશમાં નિકાસ કરતી કંપનીઓ પણ ભારતમાં છે. ચાઈનાની જેમ મગફળી મલચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે. મગફળી જયારે મલચીંગ અને ડ્રિપ સાથે કરવામાં આવે ત્યારે ઓછા માઈક્રોનનું એકદમ પાતળું મલચીંગ વાપરવાનું હોય છે કારણકે મગફળીના સુયા આરામથી મલચીંગમાં કાણું પાડીને જમીનમાં ઉતરવા જોઈએ. આપણા સજીવ ખેતીના જાણકાર અને પ્રખ્યાત લેખક શ્રી હીરજીભાઈ ભીંગરાડીયા જયારે ચાઈના ગયા ત્યારે ત્યાંથી આવી મગફળીની ખેતી જોઈ આવ્યા પછી તેમણે માલપરામા આ પ્રયોગ પણ કર્યો હતો. આ વર્ષે મગફળીની ખેતી માટે તમારો વિચાર શું છે?

મગફળી જેવા તેલીબિયા પાકોમાં પોષક તત્વોથી વધુ ઉપજ
ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ઓગાળી તેનો છંટકાવ કરવાની સલાહ….
























