
મગફળીનું મૂલ્યવર્ધન કરતી કંપનીઓ અને અમુક પ્રગતિશીલ ખેડૂતો આજે મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારું કમાય છે. મગફળી બાફેલા, શેકેલા, અથવા સ્વાદ-ભરેલા નાસ્તા માટે ઉપયોગમાં આવે છે. ચેવડો હોય કે , ચીકી .ખારીશીંગ હોય કે ગુજરાતી દાળ મગફળીના દાણા વગર અધૂરી છે. વિદેશમાં મગફળીની શીંગ ગ્રેડિંગ કરીને વિવિધ રીતે પેક કરીને વિદેશના ખેડૂતો સીધા જ ઉપભોક્તાને વેચતા હોય છે. વિદેશમાં પીનટ બટર સવારના નાસ્તામાં વપરાય છે. આપણે પણ સારા મોટા આકર્ષક ડોડવાને એસોર્ટ કરીને શેકીને, ઓળા કરીને ડોડવા સાથે, કે ઓળા કરીને ફોલીને દાણા કાઢીને એસોર્ટ કરીને બોટલમાં પેક કરી વેચવાનો પ્રયત્ન કરી મૂલ્યવર્ધનના લીધે મળતા વધુ ભાવનો લાભ ખેડૂતોએ લેવો જોઈએ.




























