
મગફળીના ઉતારા સારા મળશે તેવા વાવડ છે ત્યાં આ નોરતાના વરસાદે પાછું નુકસાન આપવાનું વિચાર્યું ! અમુક વિસ્તારમાં મગફળી ઉપાડવાનું ચાલે છે ત્યાં પાથરા પલળી ગયા , મરચીમાં આવેલ સુકારાની વાત સંભળાય છે અમુક વિસ્તારમાં ગલ મીંજ નામની નાનક્ડી માખી આવી છે તે મરચા વાંકા વળી દે છે , બધા પોતપોતાની વીતક કથા કરે છે આજે તો જેમ વરસો પછી વરસો જાય છે તેમ દાડે દાડે ખેડૂતોની પરિસ્થિતિ વિકટ થતી જાય છે માટે આજે તાતો પ્રશ્ન છે કે ખેતીનું શું થાશે ? મોર ખાય ,ચોર ખાય , ઢોર ખાય અને પછી વેચવા જાય ત્યારે વચેટિયા ખાય એવી દશા છે ? લીલા મરચા વેચવા જાઈયે ત્યારે કિલો ના 2 રૂપિયા ઉપજે ત્યારે ખેડૂતની મનોદશા શું થતી હશે ? તેનો આ દલાલ વિચાર કરતા નથી ! . ઉપભોક્તા બજારમાં તો ત્યારે પણ મરચા 20 ના અઢીસો માં શાક માર્કેટમાં મળે છે એમાં કઈ ભાવ ફેર નથી બોલો .



























