ગયા અઠવાડિયાની ગુલાબીની ચોખ્ખી વાતું સાંભળીને આપણા વાચક મિત્રોને જાગતા કરી દીધા પણ વાત વાતમાં ગુલાબી ઈયળે તેને શેનો ડર લાગે છે તે આપણને બધુ કહી દીધું એટલે આપણા જેવા પ્રગતિશીલ ખેડૂતોને બધી ખબર પડી ગઈ કે ગુલાબીનું સચોટ નિયંત્રણ કેમ કરવું ? ગુલાબીની દુખતી રગ આપંણેને પકડાઈ ગઈ હવે તમારી જમીનની ફળદ્રૃપતા, તમારા ચાસ, તમારી મહેનત બધુ કામે લગાડો, કપાસની ખેતીમાં સમયસરના પગલા લેવાનું સમયપત્રક બનાવો, રોજ વાડીએ આંટોમારો, કપાસનું અવલોકન કરો, બીલોરી કાચ ખીચામાં રાખો, સીન્થેટીક પાયરેથ્રોઈડની દવાઓ બદલાવતા રહો તો કપાસની ખેતી નફાકારક રહે છે તેવું ગયા વર્ષના અનુભવો કહે છે. કપાસનો કોઈ વિકલ્પ જયાં સુધી ન મળે ત્યાં સુધી કપાસની ખેતી કરવાની જ છે તો ખંતથી કરો. વધુ ઉત્પાદન લેવા માટે પોષણ વ્યવસ્થા પણ સમજી લ્યો, આપણે સરેરાશ કેટલા જીંડવા કરવા છે ? તેનું પ્લાનીંગ કરો, જાગતા રહો અને આંખ કાન ખુલ્લા રાખી ખેતરનું સ્કાઉટીંગ (અવલોકન) કરતા રહો તો કપાસની ખેતી પણ કરવા જેવી છે. શું કામ ન થાય ? તેવું વિચારો. હું કરીશ તેવો નિશ્ચય કરો

ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ?
ગયા અઠવાડિયાની ગુલાબીની ચોખ્ખી વાતું સાંભળીને આપણા વાચક મિત્રોને જાગતા કરી દીધા પણ વાત વાતમાં ગુલાબી ઈયળે તેને શેનો ડર લાગે છે તે આપણને બધુ























